ભ્રામક માન્યતાઓ |
હકીકતો |
વાઇ અત્યંત દુર્લભ સ્થિતિ છે/જ્વલેજ જોવા મળતો રોગ છે. |
આશરે ૧૦૦૦ માંથી ૧ વ્યક્તિ આ બીમારી ધરાવે છે. |
હુમલા દરમિયાન દર્દીના મોઢામાં ધાતુના ચમચા જેવું કાંઇક ચીજ મૂકો, જેથી તે જીભ નહીં કરડી શકે. |
આમ કરવાથી દર્દીને વધુ તકલીફ થઇ શકે છે.
|
વાઇ આજીવન ખામી છે અને તમારે જિંદગીભર દવાઓ લેતા રહેવાનું. |
નિયમિત દવાઓ લેવાથી લગભગ ૮૦ ટકા તેમની આંચકીઓને નિયંત્રણમાં લઇ શકે છે. |
આંચકીઓ દરમ્યાન સાથેની વ્યક્તિને નીચે પક્ડી રાખવું જોઇએ |
આમ કરવાથી ક્યારેક દર્દીનો ખભો ઉતરી જાય છે. |
તમે વ્યક્તિને આંચકીના હુમલામાંથી બહાર લાવી શકો છો. |
આંચકીનો હુમલો આપમેળે અથવા દવાથી જ શમે છે. |
વાઇ સાથેના તમામ લોકોમાં બુદ્ધિનું સ્તર ઓછું હોય છે. |
મોટાભાગનાં દર્દીઓમાં મંદબુદ્ધિ જોવા મળતી નથી. |
વાઇ એ સ્પર્શ કે ઉધરસ જેવા શારીરિક સંપર્કથી એક વ્યક્તિથી બીજીમાં ફેલાઇ થઇ શકે છે. |
વાઈ ચેપી નથી.
|
વાઇ સાથેના લોકો હિંસક અને વિનાશક હોય છે. |
વાઈના દર્દી સામાન્ય સંજોગોમાં અન્ય તંદુરસ્ત વ્યક્તિ જેવા જ સામાન્ય હોય છે. |
વાઇ જીવનમાં સફળતામાં બાધા બને છે. |
વાઇ ધરાવતા લોકો સામાન્ય વ્યક્તિ જેમજ જીવન જીવી શકે છે. |
આ એક માનસિક બીમારી છે. |
આ મગજ ની બીમારી છે. |
વાઈ એ એક શ્રાપ છે. |
વાઈ તબીબી સ્થિતિ છે અને શ્રાપ નહીં. |
વાઈનો દર્દી પાણી જુએ તો તેને આંચકી આવી જાય છે. |
ખરેખર આવું હોતું નથી.અકસ્માત ટાળવા દર્દીએ પાણીમાં અંદર જવું જોઈએ નહીં. |