એટેન્શન ડેફિસીટ હાઇપર એક્ટિવિટી ડીસઓર્ડર(એકાગ્રતાનો અભાવ અને અતિચંચળતા)

  • શું આપનું બાળક અતિશય તોફાની છે?
  • શું આપનું બાળક ભણવામાં નબળું છે? ભણેલું યાદ નથી રહેતું? ભૂલી જાય છે?
  • શું આપના બાળકમાં એકગ્રતાનો અભાવ છે?
  • શું આપનું બાળક પોતાની વસ્તુ અવ્યવસ્થિત રાખે છે અથવા વારે વારે ખોઈ નાખે છે?
તો એને એ.ડી.એચ.ડી. હોઈ શકે!!!
 
 એ.ડી.એચ.ડી. શું છે?
  • એ.ડી.એચ.ડી.એટલે ટેન્શન ડેફિસીટ હાયપરએક્ટિવ ડીસઓર્ડર.
  • આ બાળકોમાં અને તરુણોમાં જોવામાં આવતી વર્તણુક અંગેની સૌથી સામાન્ય ન્યુરો બિહેવીઅરલ બીમારી છે.
  • દર સો બાળકોએ પાંચ ને આ બીમારી હોય છે.
  • મુખ્યત્વે એવું બને છે કે, આ બીમારીનું નિદાન ઓછું થાય છે અથવા તો તેનાં લક્ષણોને સહેલાઈથી સ્વીકારી લેવામાં આવે છે.
 

૧, એ.ડી.એચ.ડી..નાં લક્ષણોઃ

 એ.ડી.એચ.ડી. મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે.


  • એ.ડી.એચ.ડી.-હાયપરએક્ટિવ ટાઈપ.

  • એ.ડી.એચ.ડી.-ઈનએટેન્ટીવ ટાઈપ અથવા એડીડી.

  • મિશ્રઃબેઉ નું મિશ્રણ.



. .ડી.એચ.ડી.-હાયપરએક્ટિવ ટાઈપ



  • વધુ પડતી વાતો કરે.

  • બેસવાની સીટ પર હલ્યા કરે.

  • ખૂબ જ દોડા દોડી કરે.

  • જ્યારે બેસવું પડે ત્યારે બેસી ન શકે.

  • ખૂબ જ ઉતર-ચડ કરે.

  • શાંતિથી રમવામાં તકલીફ પડે.

  • બીજાની વાતમાં વચ્ચે બોલ બોલ કરે.

  • સવાલ પૂરો થયા પહેલા જ જવાબ આપી દે.

  • પોતાના વારાની રાહ જોવામાં તકલીફ પડે(અધિરાઈ).


. .ડી.એચ.ડી.-ઈનએટેન્ટીવ ટાઈપ અથવા એડીડી.



  • ભૂલકણો સ્વભાવ.

  • ઝીણી વિગતો પર ધ્યાન ન આપે અને ભૂલો કરે.

  • બહારની ગતિવિધિઓથી જલદીથી વિચલિત થઈ જાય.

  • એકાગ્રતા ઓછી હોય.

  • કાર્ય માટે જરૂરી વસ્તુઓ ખોઈ નાખે.

  • ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી પરિસ્થિતિમાં અકળાય અને ટાળે.

  • કાર્ય કરવા માટે આયોજન કરવામાં તકલીફ પડે.

  • વાત કરીએ ત્યારે સાંભળતું ન હોય તેવું લાગે.

  • આપેલી સૂચનાઓનું પાલન ન કરે અને કાર્ય પૂરું કરવામાં તકલીફ પડે.


. મિશ્રઃબેઉ નું મિશ્રણ.

  • મિશ્ર ટાઈપમાં બન્નેનાં લક્ષણો જોવામાં આવે છે.

  • એકાગ્રતાનાં અભાવવાળું એ.ડી.એચ.ડી. બાળક લાંબો સમય ટીવી કે વિડિયો ગેમ રમી શકે છે, કારણ કે તેને તે ગમે છે.

  • જે કાર્ય  તેને ન ગમતું હોય, જેમાં ખૂદને પ્રેરિત કરીને ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય (જેમ કે, હોમવર્ક) તેમાં તેને એકાગ્રતા સાધવામાં તકલીફ પડે છે.


બધાં લક્ષણો નોર્મલ બાળકમાં પણ જોવામાં આવે છે તો આમાં .ડી.એચ.ડી. કોને કહીશું?



  • જ્યારે બાળકનું વર્તન તેની ઉંમરના પ્રમાણમાં ન હોય, જેમકે બે-ત્રણ વર્ષનું બાળક દોડા દોડી કરે અને જરૂર પડે ત્યારે એક જગ્યાએ ન બેસી શકે તો તે નોર્મલ કહેવાય. પણ સાત આઠ વર્ષનું બાળક આવું કરે તો તેની ઉંમર પ્રમાણે તે યોગ્ય ન કહેવાય.

  • જ્યારે આ બધાં લક્ષણો એકથી વધારે પરિસ્થિતિમાંજોવા મળે જેમકે, શાળામાં, ઘરમાં, કામની જગ્યાએ , સામાજિક જગ્યાઓમાં તો એ.ડી.એચ.ડી. કહેવાય.

  • કોઈ બાળક ઘરમાં ખૂબ જ દોડા દોડી, તોફાન કરતું હોય પણ શાળામાં એક જ જ્ગ્યાએ બેસી ધ્યાન આપી શકતુ હોય તો તેને એ.ડી.એચ.ડી. ન કહેવાય.

  • જ્યારે આ બધાં લક્ષણો તેની ક્ષમતાઓને ઓછી કરતા હોય, જેમકે, ભણતરમાં અવરોધ કરતા હોય અથવા તેનાં સામાજિક વર્તણુકમાં નડતરરૂપ હોય, તો એ.ડી.એચ.ડી. ની સંભાવનાઓ ગણાય.


૨, એ.ડી.એચ.ડી. કોને હોઈ શકે?


  • એ.ડી.એચ.ડી. બાળકોમાં, તરુણોમાં અને મોટાઓમાં પણ જોવામાં આવે છે.

  • બાળકોમાં હાઈપર એક્ટિવીટીનાં લક્ષનો સહેલાઈથી દેખાઈ આવે છે, જે સમય જતાં ઓછાં થઈ જાય છે. એકાગ્રતાનો અભાવ અને ઈમ્પલસિવિટી તરુણવસ્થા અને મોટાઓમાં વધારે જોવામાં આવે છે.

  • વિચારોમાં ખોવાયેલા રહેવું,ભૂલી જવું અને કાર્ય પૂર્ણ ન કરવું એ બાળકો અને તરુણોમાં સહેલાઈથી આળસુપણામાં ખપી જાય છે. જે ખરેખર એ.ડી.એચ.ડી. નાં લક્ષણો છે.

૩, એ.ડી.એચ.ડી ના કારણે લાંબાગાળે સર્જાતી સમસ્યાઓ:


  • એ.ડી.એચ.ડી ધરાવતા બાળકો ભણવામાં પાછળ રહે છે.એના મિત્રો ઓછા બને છે. આ કારણે તેઓ લઘુતાગ્રંથી થી પીડાય છે.

  • તેઓમાં આ કારણે ચિડિયાપણું અને જિદ્દી સ્વભાવ પણ જોવામાં આવે છે.

  • એ.ડી.એચ.ડી ધરાવતા તરુણોમાં જોખમી પ્રવૃતિઓનું પ્રમાણ વધારે જોવામાં આવે છે.

૪, એ.ડી.એચ.ડી. શા ના કારણે થાય છે?


  • મગજનાં જ્ઞાનતંતુઓનો સૂક્ષ્મ ફેરફાર અને મગજના રસાયણોનું અસંતુલન આમાં કારણભૂત માનવામાં આવે છે.

  • હાલનાં સંશોધનો મુજબ આ રોગ વારસાગત પણ માનવામાં આવે છે.

  • માતા-પિતાના કોઈ પણ જાતની વર્તણૂંકને આમાં  કારણભૂત માનવામાં આવતું નથી.

  • ક્યારેક શરીરમાં લોહીની અને લોહતત્વની ખામી પણ આવાં લક્ષણો બાળકોમાં ઊભા કરી શકે.

  • ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ ડીસઓર્ડર પણ આવાં ચિહનો આપી શકે છે.

૫, એ.ડી.એચ.ડી..ની સારવાર શક્ય છે?

એ.ડી.એચ.ડી.ને સારાવાર દ્વારા કંટ્રોલ કરી શકાય છે. આની સારવારમાં  દવાઓ અને અન્ય (વર્તણૂક સંબંધી સારવાર) બિહેવીઅર થેરપી નો સમાવેશ થાય છે.

દવાઓ



  • એ.ડી.એચ.ડી. માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે. 

  • આ દવાઓ થી બાળકની એકાગ્રતા વધે છે. અને ચંચળતા ઘટે છે.

  • આ દવાઓ ડૉકટરનાં માર્ગદર્શન હેઠળ લેવી હિતાવહ છે.


અન્ય સારવાર



  • એ.ડી.એચ.ડી. માં આ બિહેવીઅરલ થેરાપી પણ મુખ્ય ભાગ ભજવે છે.

  • આમાં બાળકોની સામાજિક અને આયોજનની કળાઓ શીખવવામાં આવે છે. 

  • માતા-પિતા એ.ડી.એચ.ડી. નાં બાળકો પાસે આયોજનબધ્ધ શિસ્તપાલન કરાવે તે જરૂરી છે.



૬, એ.ડી.એચ.ડી..ની સારવાર કરવી જરૂરી છે?


  • હા ! એ.ડી.એચ.ડી. ની સારવાર જરૂરી છે..


આંખમાં નંબર હોય તો ચશ્મા પહેરવા પડે. જો ના પહેરીએ તો જિંદગી તો જીવાય જાય પણ  ચશ્મા પહેરવાથી ક્વોલિટી ઓફ લાઈફ   વધારે સારી થાય.એ.ડી.એચ.ડી. નું પણ આવું જ છે. એ.ડી.એચ.ડી. ની સારવારથી ક્વોલિટી ઓફ લાઈફ વધારે સારી થાય છે.