ન્યુરોસર્જરી અને ન્યુરોસર્જન એટલે શું?
• ચેતાતંત્ર (મુખ્યત્વે મગજ અને કરોડરજજુ) ને લગતા રોગોના સર્જિકલ (શસ્ત્રક્રિયાથી) સારવાર કરતી શાખાને ન્યુરોસર્જરી કહેવાય છે.
• જે સર્જને ન્યુરોસર્જરીમાં વિશેષ ડિગ્રી મેળવેલી છે તેને ન્યુરોસર્જન કહે છે.
• ભારતમાં તેમને MS (general surgery) પૂરી કરી ન્યુરોસર્જરીની ૩ વર્ષની તાલીમ અને નિપૂણતા મેળવવાની હોય છે.
• તેમની કુલ લાયકાત આ પ્રમાણે થાય : MBBS, MS (general surgery), MCh/ DNB (neurosurgery)
ન્યુરોસર્જનના કાર્યક્ષેત્રમાં નીચે જણાવેલા રોગોના ઈલાજ થઈ શકે છે.
- મગજની ગાંઠ.
- કરોડરજજુમાં થયેલ ગાંઠ.
- કરોડરજ્જુને લગતી અલગ અલગ તકલીફ (જેમ કે ગાદી ખસી જવી, સાઈટિકા) જેમાં ઓપરેશનની જરૂર હોય છે.
- મગજનો હુમલો (સ્ટ્રોક) જેવી બીમારી જેમાં ઓપરેશનની જરૂર હોય છે.
- ચહેરાનો દુઃખાવો જેમાં ઓપરેશનની આવશ્યકતા હોય છે.
- નસ દબાવાને કારણે ઉદ્ભવતા રોગો.
- માથાની ઈજા અને મગજમાં થતો રક્તસ્ત્રાવ.