મનોચિકિત્સા (સાઇકિયાટ્રી) અને મનોચિકિત્સક (સાઇકિયાટ્રીસ્ટ) એટલે શું?
• માનસિક અને વર્તન-વ્યવહારને સંબંધિત રોગોના નિદાન અને ઈલાજ માટે કાર્યરત તબીબીશાખાને મનોચિકિત્સા (સાઈકિયાટ્રી) કહે છે.
• જે તબીબે મનોચિકિત્સામાં વિશેષ પદવી પ્રાપ્ત કરેલ હોય છે તેને મનોચિકિત્સક (સાઇકિયાટ્રીસ્ટ) કહે છે.
• ભારતમાં મુખ્યત્વે મનોચિકિત્સક MBBS, MD (psychiatry) ની ડીગ્રી ધરાવતા હોય છે.
મનોચિકિત્સકના વિષયમાં નીચે જણાવેલા રોગોના ઈલાજ કરવામાં આવે છે.
- હતાશા / ઉદાસીનતા / આપઘાતના વિચારો
- ઉશ્કેરાટ / બેચેની / તોફાન /આક્રમક વર્તન
- ઊંઘ ઓછી આવવી કે ન આવવી
- વર્તન-વ્યવહારને લગતી સમસ્યા
- જાતીય નબળાઈ
- સ્કિઝોફેનિયા અને તેના જેવી બીજી માનસિક બીમારીઓ
- મેનિયા (ધૂન) / ઓ.સી.ડી.(ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઓર્ડર)