૧. એ.ડી.એચ.ડી.-હાયપરએક્ટિવ ટાઈપ
- વધુ પડતી વાતો કરે.
- બેસવાની સીટ પર હલ્યા કરે.
- ખૂબ જ દોડા દોડી કરે.
- જ્યારે બેસવું પડે ત્યારે બેસી ન શકે.
- ખૂબ જ ઉતર-ચડ કરે.
- શાંતિથી રમવામાં તકલીફ પડે.
- બીજાની વાતમાં વચ્ચે બોલ બોલ કરે.
- સવાલ પૂરો થયા પહેલા જ જવાબ આપી દે.
- પોતાના વારાની રાહ જોવામાં તકલીફ પડે(અધિરાઈ).
૨. એ.ડી.એચ.ડી.-ઈનએટેન્ટીવ ટાઈપ અથવા એડીડી.
- ભૂલકણો સ્વભાવ.
- ઝીણી વિગતો પર ધ્યાન ન આપે અને ભૂલો કરે.
- બહારની ગતિવિધિઓથી જલદીથી વિચલિત થઈ જાય.
- એકાગ્રતા ઓછી હોય.
- કાર્ય માટે જરૂરી વસ્તુઓ ખોઈ નાખે.
- ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી પરિસ્થિતિમાં અકળાય અને ટાળે.
- કાર્ય કરવા માટે આયોજન કરવામાં તકલીફ પડે.
- વાત કરીએ ત્યારે સાંભળતું ન હોય તેવું લાગે.
- આપેલી સૂચનાઓનું પાલન ન કરે અને કાર્ય પૂરું કરવામાં તકલીફ પડે.
૩. મિશ્રઃબેઉ નું મિશ્રણ.
- મિશ્ર ટાઈપમાં બન્નેનાં લક્ષણો જોવામાં આવે છે.
- એકાગ્રતાનાં અભાવવાળું એ.ડી.એચ.ડી. બાળક લાંબો સમય ટીવી કે વિડિયો ગેમ રમી શકે છે, કારણ કે તેને તે ગમે છે.
- જે કાર્ય તેને ન ગમતું હોય, જેમાં ખૂદને પ્રેરિત કરીને ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય (જેમ કે, હોમવર્ક) તેમાં તેને એકાગ્રતા સાધવામાં તકલીફ પડે છે.
આ બધાં જ લક્ષણો નોર્મલ બાળકમાં પણ જોવામાં આવે છે તો આમાં એ.ડી.એચ.ડી. કોને કહીશું?
- જ્યારે બાળકનું વર્તન તેની ઉંમરના પ્રમાણમાં ન હોય, જેમકે બે-ત્રણ વર્ષનું બાળક દોડા દોડી કરે અને જરૂર પડે ત્યારે એક જગ્યાએ ન બેસી શકે તો તે નોર્મલ કહેવાય. પણ સાત આઠ વર્ષનું બાળક આવું કરે તો તેની ઉંમર પ્રમાણે તે યોગ્ય ન કહેવાય.
- જ્યારે આ બધાં લક્ષણો એકથી વધારે પરિસ્થિતિમાંજોવા મળે જેમકે, શાળામાં, ઘરમાં, કામની જગ્યાએ , સામાજિક જગ્યાઓમાં તો એ.ડી.એચ.ડી. કહેવાય.
- કોઈ બાળક ઘરમાં ખૂબ જ દોડા દોડી, તોફાન કરતું હોય પણ શાળામાં એક જ જ્ગ્યાએ બેસી ધ્યાન આપી શકતુ હોય તો તેને એ.ડી.એચ.ડી. ન કહેવાય.
- જ્યારે આ બધાં લક્ષણો તેની ક્ષમતાઓને ઓછી કરતા હોય, જેમકે, ભણતરમાં અવરોધ કરતા હોય અથવા તેનાં સામાજિક વર્તણુકમાં નડતરરૂપ હોય, તો એ.ડી.એચ.ડી. ની સંભાવનાઓ ગણાય.