• માથાનો આ દુઃખાવા મોટાભાગે, અડધા માથામાં (જમણી / ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.
• સબાકા / સણકા / લબકારા થાય.
• પ્રકાશ અને અવાજ સહન ન થાય.
• દુઃખાવો ૪ થી ૭૨ કલાક સુધી તકી રહે.
• ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.
• આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.
• મહિનામાં આશરે ૧ થી ૬ વાર થઈ શકે.જો યોગ્ય સારવાર ન લેવાય તો પછી તે ભવિષ્યમાં દરરોજ (Transformed Migraine) થઈ શકે છે.
૧. માઈગ્રેનના હુમલા દરમ્યાન લેવાના ઔષધો / દવા
• આ દવાઓમાં મોટે ભાગે દુઃખાવાની દવા (pain killer) હોય છે.
• આ દવા માથું અતી દુઃખે ત્યારે જ લેવાની હોય છે. જે જરૂર મુજબ દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય.
• ડૉક્ટરને મહિનામાં કેટલીવાર આ દવાઓ લેવી પડે છે તે જણાવવું.
• જો મહિનામાં ૧૦ થી વધારે ગોળીઓ ખાવી પડે તો તરત ડૉક્ટર ને બતાવવું.
• આધાશીર માટે જ, ખાસ પ્રકારની દુઃખાવાની દવાઓ પણ ઉપલબ્ધ છે.
૨. હુમલાને આવતો અટકાવવા માટેના ખાસ ઔષધો / દવા
આવી દવાઓનીજરૂરિયાત નીચેના દર્દીઓમાં પડે છે.
• જે દર્દીને મહિનામાં ત્રણ કે તેથી વધુ વાર દુઃખાવો થતો હોય.
• મહિનામાં ત્રણ કે તેથી વધુ દિવસ આધાશીશીના કારણે રોજિંદી ક્રિયા ન કરી શકતા હોય.
• હુમલા દરમ્યાન લેવાની દવા અઠવાડિયામાં બે થી વધુ વાર લેવી પડતી હોય / અસર ન થતી હોય.
• એવી આધાશીશીનો પ્રકાર કે જેનાથી મગજને નુકસાન પહોંચવાની શક્યતા હોય.
• આ દવાનો કોર્ષ ૬ મહિનાથી ૧ વર્ષ સુધીનો હોય છે, જે દર્દીને રાહત થયા બાદ ધીમે ધીમે બંધ થાય છે.
• આ દવાઓથી દુખાવો હંમેશાં માટે સંપૂર્ણ નાબૂદ થતો નથી. પરંતુ હળવો / નબળો તથા નડે નહીં તેવો થાય છે.
• આ કોર્ષ કરવાથી દુખાવાની દવાનો વધુ પડતો ઉપયોગ ટાળી શકાય છે, રોજનો દુઃખાવો ટાળી શકાય છે.
• નિયમિત દવા લેવી, ઉપવાસ / ઉજાગરા ન કરવા.
• તડકામાં જવાનું ટાળવું / ગોગલ્સ પહેરીને જવું.
• માથાના દુઃખાવાની અને હુમલા દરમ્યાન લેવાનાં ઔષધોની વિસ્તૃત નોંધ રાખવી.
• આહારમાં નિયમિતતા રાખવી, માથાનો દુઃખાવો થાય ત્યારે ૨૪ કલાક પહેલાં લીધેલા ખોરાકની નોંધ રાખવી અને જે ખોરાકથી દુઃખાવો થતો હોય તે લેવો નહીં.
• યોગાસન / પ્રાણાયામ કરવાં.
• ખટાશ / અથાણાં / ડુંગળી / આથાવાળી વસ્તુ (બ્રેડ / ઇડલી / ઢોકળા વગેરે) / ચીઝ / મેગી / ચાઈનીઝ / ચોકલેટ્સ વગેરે લેવા નહીં. બધાં દર્દીઓની તાસીર અલગ હોય છે ઉપર જણાવેલી જે વસ્તુ થી માથું દુઃખે તે ન ખાવી, બીજી વસ્તુઓ લઈ શકાય.