Stroke
1. According to reporting WHO (2005), every year 58-60 lac people die due to stroke.
2. We are glad to inform that now we can prevent disability due to storke by timely proper treatment.
3. Early identifications of symptoms of stroke and immediate hospital consultation for same are cornerstone for prevention of stoke disability.
4. Treatment of stroke taken within 4.5 hours of stoke, can prevent disability.
1.
પક્ષઘાત એટલે શું?
- મગજમાં લોહીના એકધારા સતત વહેતા પ્રવાહમાં અવરોધ આવવાથી ઊભી થતી બીમારીને પક્ષઘાત / લકવો / પેરાલીસીસ કહેવામાં આવે છે.
- જ્યારે પક્ષઘાતનો હુમલો આવે છે ત્યારે મગજના કોષોના અગત્યના ભાગો નાશ પામે છે, કારણ કે આ કોષોને કામ કરવા માટે જરૂરી ઓક્સિજન કે પોષક તત્વો મળતા બંધ થાય છે.
કારણ
ઈસ્ચેમિક સ્ટ્રોકઃ
- પ્રથમ ઈસ્ચેમીક સ્ટ્રોકમાં મગજને લોહી પહોંચાડનારી નળીમાં ગડ્ડા જામી જાય છે.
- લોહીના ગઠ્ઠાને કારણે મગજમાં વહેતા લોહીના એકધારા પ્રવાહમાં રૂકાવટ આવે છે.જેથી મગજને પર્યાપ્ત માત્રામાં લોહી મળતું નથી.આ સ્થિતીને ઈસ્ચેમિક સ્ટ્રોક કહે છે.
- બધાં જ બ્રેઈન એટેકમાંના ૮૦% સ્ટ્રોકસ આ પ્રકારના ઈસ્ચેમીક સ્ટ્રોક હોય છે
હેમરેજિક સ્ટ્રોકઃ
- બીજા પ્રકારના બ્રેઈન એટેકને હેમરેજિક સ્ટ્રોક કહે છે.આ સ્ટ્રોક મગજને લોહી પહોંચાડનારી નળી ધમની ફાટવાને કારણે થાય છે.
- ૨૦% આ પ્રકારના હેમરેજિક સ્ટ્રોક હોય છે.
કઈ જાતની અપંગતા આવા પક્ષઘાતના કારણે આવે છે?
શરીરના બધા જ અંગોનું નિયમન મગજ કરે છે. મગજના જે ભાગમાં લોહી ન મળે તો તે ભાગની કાર્યક્ષમતા ખોરંભાય છે.આથી તે ભાગ જે અંગનું નિયંત્રણ કરતો હોય તે અંગની તકલીફ જોવા મળે છે. આથી બ્રેઈન એટેક આવવાથી અડધું અંગ ખોટું પડી જવું, બોલવામાં લોચા વળવા, વાતચીત સમજવામાં મૂંજવણ થવી, સમતોલનમાં તકલીફ પડવી જેવી અપંગતા થઈ શકે છે.
2.
પક્ષઘાતનાં લક્ષણોઃ
પક્ષઘાતનાં લક્ષણો બીજા રોગના લક્ષણ કરતા જુદા હોય છે અને તે ખૂબ જ ઝડપથી આવે છે.
- શરીરના – હાથ, ચહેરા કે પગનો એક ભાગ એકાએક જડ થઈ જવો કે નબળાઈ અનુભવવી.
- એકાએક બોલવાની તકલીફ ઊભી થવી કે સામેની વ્યક્તિની વાત સમજવાની તકલીફ પડવી.
- એક કે બંને આંખોમાં જોવાની/ દ્દ્રષ્ટિમાં મુશ્કેલી અનુભવવી વગેરે.
- એકાએક ચાલવાની તકલીફ, શરીરનું સમતોલપણું ગુમાવવું કે ચક્કર આવવા, શરીરનાં અંગોનું સંકલન ગુમાવવું વગેરે.
- એકાએક કોઈ કારણ વગર માથાનો દુઃખાવો થવો.
3.
પક્ષઘાતમાં પાસેની વ્યક્તિએ શું કરવું જોઈએ?
- પાસેની વ્યક્તિને સ્ટ્રોકનો હુમલો આવ્યો છે તેમ જણાય- જેમ કે, વ્યક્તિએ બોલવાની શક્તિ ગુમાવી છે, કે એક હાથ કે પગ હલનચલન કરી શકતો નથી, કે ચહેરાનો પેરેલીસીસ છે તો તરત જ તમારા ડૉકટરનો સંપર્ક કરો.
4.
પક્ષઘાતના ચિહ્નો જાણોઃ
બ્રેઈન એટેકના ચિહ્નો,બધાએ જાણવા જરૂરી છે. હાર્ટએટેકમાં જેમ છાતીમાં દુઃખાવો થાય છે અને દર્દી તરત જ સગાંવહાલાને જાણ કરે છે.જ્યારે પક્ષઘાતમાં ઘણીવાર દર્દી પોતે જ બોલી અથવા સમજી શકતા ન હોવાથી ડૉકટર પાસે પહોંચવામાં મોડું થઈ જાય છે.આવા સંજોગોમાં નીચે દર્શાવ્યા પ્રમાણેની કસોટીઓ ઉપયોગી માર્ગદર્શક બની શકે.
- ચહેરોઃ જો ચહેરાનો એક ભાગ વાંકો થઈ જાય તો તે વ્યક્તિને સ્મિત કરવાનું કહેશો.
- હાથઃ જો એક હાથ જડ કે એકદમ નબળો થઈ જાય તે વ્યક્તિને તુરંત જ હાથ ઊંચો કરવાનું કહો. આમ કરવામાં તે નિષફળ જાય તો એમ સમજવું કે તેને પક્ષઘાત થયો છે. એક હાથ –નીચે / વાંકો વળી ગયો કે ઝૂકી જાય છે તે જોવું.
- વાચાઃ દર્દી અસ્પષ્ટ ઉચ્ચાર કરે કે બોલે તે સમજાય નહીં. તે વ્યક્તિને એક સાદુ વાક્ય બોલવાનું કહો, શું તે બરાબર / સ્પષ્ટ બોલી શકે છે કે નહીં તે જોવું.
- સમયઃ જો વ્યક્તિનો ઉપર દર્શાવેલ કોઈપણ ચિહ્ન જણાય તો તુરંત જ ઝડપથી CT Scan ની સગવડવાળી નજીકની હોસ્પિટલમાં લઈ જાવ, જ્યાં ન્યુરોલોજીસ્ટ ઉપલબ્ધ હોય.
5.
પક્ષઘાતનો સમયસર સારવારનો અમલ કરોઃ
- બ્રેઈન એટેક એ મેડિકલ કટોકટી છે. અને તેનો ભોગ બનેલા માટે એક-એક મિનિટ અગત્યની હોય છે.
- જ્યારે બ્રેઈન એટેક આવે છે ત્યારે મગજનો તે ભાગ જરૂરી લોહી અને ઓક્સિજનથી વંચિત રહે છે.
- જો થોડીવારમાં જ લોહીનો પુરવઠો ફરી શરૂ ન થાય તો હજારો અને લાખો મગજના કોષો કુંઠિત થવા લાગે છે.
- મગજના કોષો પુનઃજીવિત થવાની ક્ષમતા ધરાવતા નથી.
- આથી એક વખત મૃતઃપ્રાય બનેલા કોષો કાયમ માટે નકામા થઈ જાય છે.
- આથી ઘણીવાર પક્ષઘાત થયેલા દર્દીને સંપૂર્ણ સાજું થવામાં ઘણો સમય લાગી શકે છે.
- આથીજ જલદીથી સમયસર આપેલી સારવાર લોકોનું જીવન બચાવી શકે છે, અને એમાં સફળતાપૂર્વક સારા થવાની શક્યતા પણ વધુ રહે છે.
6.
પક્ષઘાતના દર્દીઓ માટે ઝડપી ત્વરિત સારવારની શા માટે જરૂર છે?
- પક્ષઘાતના લગભગ ૮૦% બ્રેઈન એટેક ઈસ્ચેમીક બ્રેઈનએટેક હોય છે, જેમાં મગજને લોહી પહોંચાડતી નળી બંધ થઈ જાય છે.
- આ પ્રકારના પક્ષઘાતની સારવાર એક્ટીલાઈઝ(ટી-પીએ) નામની દવા દ્વારા થઈ શકે છે, કે જે લોહીના થયેલા ગઠ્ઠાને ઓગાળી નાંખે છે અને જેથી મગજને મળતો લોહીનો પ્રવાહ પૂર્વવત થઈ જાય છે.
- જો કે આ દવા ફ્કત તે દર્દીમાં જ અસરકર્તા છે કે જેમાં પક્ષઘાત થયાના ૪.૩૦ કલાકની અંદર દવા શરૂ થઈ જાય. આથી દર્દી જેટલી ઝડપથી વહેલા હોસ્પિટલમાં પહોંચી જાય તેમ તેને સારૂ થવાની શક્યતા વધુ રહે છે.
7.
પક્ષઘાતની સારવારથી શું લાભ છે?
- નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુરોલોજિકલ ડીસઓર્ડર એન્ડ સ્ટ્રોકના ૫ વર્ષના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટ્રોકના લક્ષણોની શરૂઆતના ૪.૩૦ કલાકની અંદરની ટ્રીટેમેન્ટ પામેલા દર્દીઓમાં ૩૦% દર્દીઓ નહીંવત્ કે બિલકુલ અપંગતા વિના ૩ મહિના બાદ સાજા થતાં માલૂમ પડે છે.
8.
પક્ષઘાત ને અટકાવવા શું કરી શકાય?
પક્ષઘાતની શ્રેષ્ઠ સારવાર તેને રોકવો એ છે. આથી દરેક વ્યક્તિ નીચેના ૬ સૂચનોનો અમલ કરી પક્ષઘાતને આવતો અટકાવી શકે છે.
- તમારા જોખમને જાણોઃ બ્લડપ્રેશર,ડાયાબિટીસ અને હાઈકોલેસ્ટ્રોલ.
- નિયમિત કસરત કરો અને કાર્યશીલ રહો.
- મેદસ્વિતાને ટાળો અને તંદુરસ્ત ખાવાની શૈલી કેળવો.
- મદ્યપાન ટાળો.
- તમાકુના સેવનથી દૂર રહો, અને જો કરતા હો તો આજથી જ બંધ કરો.
- પક્ષઘાતના પ્રારંભિક લક્ષણો અંગે સમજણ કેળવો અને જો તમને અથવા તમારા કોઈપણ સગાંને જણાય તો તરત જ તમારા ન્યુરોફિઝિશિયનનો સંપર્ક સાધો.
યાદ રાખો દર ૬ સેકન્ડે દુનિયામાં કોઈને કોઈ વ્યક્તિને પક્ષઘાત થાય છે અને દર ૬ માંથી ૧ વ્યક્તિને ભવિષ્યમાં પક્ષઘાત થઈ શકે છે. ક્યાંક આ કમનસીબ વ્યક્તિ તમે તો નથી ને???