1.
માનવ શરીરનું સંતુલન કઈ રીતે જળવાય છે?
આંખ-જોવાનું કામ, કાન –સાંભળવાનું કામ, પગ-ચાલવાનું કામ...કરે છે તેવી જ રીતે, માનવ શરીરનું સંતુલન(બેલેન્સ) રાખવાનું કાર્ય પણ ખૂબ જ અગત્યનું છે. જે માટે કુદરતે ખૂબ જ આયોજનપૂર્વક કાન અને મગજની વચ્ચેના ભાગમાં ગૂંચળા આકારનું સ્પેશિયલ અંગ આપેલું છે. જેનું કાર્ય માત્ર શરીરને બેલેન્સમાં રાખવાનું છે. આ અંગને લેબિરિન્ધ કહેવામાં આવે છે.લેબિરિન્ધને ગુજરાતીમાં વલયનલિકાસમૂહ કહે છે.
ગૂંચળાવાળા આકારના લેબિરિન્ધની નળીઓમાં ખાસ પ્રકારનાં બે પ્રવાહી આવેલાં હોય છે. જેમને અનુક્રમે એન્ડોલીન્ફ અને પેરેલીમ્ફ કહેવાય છે. દરેક નળીઓમાનાં આ પ્રવાહી વિશિષ્ટ બંધારણવાળાં હોય છે.
જો આ અંગ બરાબર કામ કરે તો જ શરીરનું સંતુલન જળવાય છે, અન્યથા ચક્કરની તકલીફ સર્જાય છે.
2.
ચક્કર અને બેલેન્સનાં રોગના લક્ષણોઃ
- તીવ્ર ગતિએ ફરતાં ચક્ડોળમાં બેઠા હોઈએ તેવો અનુભવ થવો.
- હોડીમાં બેઠા હોઈએ તેવો હાલક-ડોલક થવાનો અનુભવ થવો.
- જમણે-ડાબે હલતા હોઈએ તેમજ આગળ-પાછળ હલતા હોઈએ તેવો અનુભવ થવો.
- જમીનમાં ઊંડે ઊતરતા હોઈએ તેવો અનુભવ થવો.
- ચાલતા-ચાલતા લથડવું અથવા તો એક તરફ ખેંચાતા હોઈએ તેવો અનુભવ થવો.
- ખોપડીમાં અંદરથી કશુંક તીવ્ર ગતિએ ફરતું હોય તેવું લાગવું.
3.
ચક્કર સાથેનાં અન્ય લક્ષણોઃ
- ઊલટી થવી અથવા તો ઊલટી થાય તેવો અનુભવ થવો.
- માથું ભારે થવું અથવા તો તીવ્ર દુખાવો થવો.
- ડબલ દેખાવું, ઝાંખુ દેખાવું કે ન દેખાવું.
- ખૂબ જ પરસેવો વળવો અને ગભરામણ થવી.
- કાનમાં તીવ્ર સીટી વાગવી, ઓછુ સંભળાવું, કાન ભારે થઈ જવો.
- પેટમાં વીંટ આવવીઃ પેટમાં આંતરડા ચૂથાતા હોય એવું લાગવું.
4.
ચક્કર આવવાનાં કારણોઃ
- લેબિરિન્ધનું કામ ખોરવાવું.
- નાના મગજના રોગ જેમ કેઃ મગજની ગાંઠ, વાયરસનો ચેપ લાગવો, રકત પરિભ્રમણ ઓછું થવું. મગજમાં પાણી ભરાવું. મગજના કોષોને નુકસાન કરતા રોગો થવા.
- હ્રદયના રોગો.
- માનસિક રોગો.
- કરોડરજ્જુના રોગો.
- રુધિર(લોહી) ને લગતા રોગો.
5.
લેબિરિન્ધમાં થતા રોગોને કારણે આવતા ચક્કરઃ
ચક્કરને સંલગ્ન રોગોમાંથી ૯૦% રોગો લેબિરિન્ધના કાર્યો ખોરવાવાના કારણે થાય છે, જેવા કે-
- BPPV- લેબિરિન્ધની (Labyrinth) નળીઓમાનું પ્રવાહી ડહોળું થવાથી થતો રોગ.
- Endolymphatic Hydrops- લેબિરિન્ધની નળીઓમાંના પ્રવાહીનું દબાણ વધી જવાથી થતો રોગ.
- Vestibular Neuronitis- લેબિરિન્ધની નસમાં સોજો આવવાથી થતો રોગ.
- Labyrinthitis- લેબિરિન્ધમાં ચેપ લાગવાથી થતો રોગ.
- Vestibular Paroxismia- લેબિરિન્ધની નસ પર દબાણ આવવાથી થતો રોગ.
- Vestibular Migraine- લેબિરિન્ધને લોહી પહોંચાડતી નસ ફુલાવાથી થતો રોગ.
- Senile Vestibular Degeneration- લેબિરિન્ધને ઉંમરને કારને ઘસારો લાગવાથી થતો રોગ.
- Perilymphastic Fistula- લેબિરિન્ધમાંથી પ્રવાહી લીક થવાથી થવાનો રોગ.
6.
શરીરની સ્થિતિના ફેરફારથી આવતા ચક્કર (Benign Paroxysmal Positional Vertigo)
• વયસ્ક વ્યક્તિઓને વિશેષ આવતા ચક્કરનું કારણ Benign Paroxysmal Vertigo હોય છે.
• જેમાં ઊભા થતાં , બેસતાં કે સૂતાં, પડખું ફરતા થોડીક સેકંડો માટે જ ચક્કર આવે.
• તેમાં સામાન્ય રીતે મગજમાં કોઈ બીજી ગંભીર તકલીફો હોતી નથી.
• અંદરના કાન(અંતઃકર્ણ)ની નળી (Semicircular canal) માં ઉંમરના કારણે ક્ષાર જામી જવાથી તેની અંદરના ખાસ પ્રવાહીનું પરિભ્રમણ બરાબર થતું નથી. જેના કારણે ચક્કર આવે છે.
• આ રોગ માટેની સારવારમાં ચક્કર ન આવે તે માટેની દવાઓ (Vestibular Suppressants) અને સમતોલન માટેની કસરતો મુખ્ય હોય છે.
• આ રોગ વારંવાર થઈ શકે છે.
7.
અંતઃકર્ણમાં સોજો આવવાથી આવતાં ચક્કર (Acute Neuronitis)
• આ રોગમાં અંતઃકર્ણ (Vestibular) માં સોજો ( સામાન્ય રીતે વાઈરસના ચેપના કારણે ) આવવાથીહોવાથી ચક્કર આવે છે.
• ક્યારેક એક સાથે જો બંને લેબિરિન્ધ( Labrynth) ઉપર સોજો હોય તો, થોડો સમય માટે એક / બન્ને કાનમાં સાંભળવાનું ઓછું પણ થઈ શકે .
• આ રોગ માટે પણ ઉપર જણાવ્યું તેમ દવા તેમજ સમતોલન માટેની કસરત કરવાથી તકલીફ દૂર થઈ શકે છે.
• આ રોગ માટેની સારવારમાં ચક્કર ન આવે તે માટેની દવાઓ (Vestibular Suppressants) અને સમતોલન માટેની કસરત મુખ્ય છે.
8.
ચક્કર અને બેલેન્સના રોગોનું નિદાન
ડૉક્ટરી તપાસ દરમ્યાન લક્ષમાં લેવા જોઈતા મુદ્દાઓઃ
- સંપૂર્ણ રોગોની માહિતી મેળવવી (હિસ્ટરી).
- બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસ અને અન્ય પ્રાથમિક રોગોની માહિતી અવશ્ય મેળવવી .
- આંખમાં જોવા મળતા, ખૂબ જ ખાસ પ્રકારના બેલેન્સ વિશેના લક્ષણ જેને નિસ્ટેગ્મસ (Nystagmus) કહેવાય છે, તેનું ખુબ જ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું.
9.
ચક્કરને લગતા રોગોના થતા રીપોર્ટસઃ
રુટીન(સામાન્ય) રીપોર્ટસઃ
- લોહીની તપાસ, ડાયાબિટીસની તપાસ.
- કાર્ડીયોગ્રામની તપાસ
- સીટી સ્કેન તેમજ એમ.આર.આઈ.
સ્પેશિયલ રીપોર્ટસઃ
૯, ચક્કરના રોગોની મેડિકલ સારવારઃ
- બી.પી.પી.વીઃ ખાસ પ્રકારની માથાની કસરત કરાવડાવીને અંદરના પ્રવાહીને ચોખ્ખુ કરવું, તાત્કાલિક પરિણામ મેળવી શકાય છે, (ડોક્ટરે કરાવવી).
- મોટી ઉંમરે થતા લેબિરિન્ધના ઘસારાને સ્પેશિયલ પ્રકારની કસરતોથી કાબૂમાં રાખી શકાય છે,(દર્દીએ જાતે કરવી).
10.
સારાંશઃ
- ચક્કર કે અસ્થિરતા એ રોગનું લક્ષણ છે પરંતુ પોતે રોગ નથી.
- ચક્કર ખૂબ જ સામાન્ય બીમારીથી અતિ ગંભીર બીમારી (જેવા કે બ્રેઇન સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર) માંથી કોઈપણ રોગનું લક્ષણ હોઈ શકે તેને હળવાશથી લેવું હિતાવહ નથી.
- ઉપરોક્ત દર્શાવેલા બધા જ કારણોમાં લેબિરેન્ધની બિનકાર્યક્ષમતા મોટા ભાગના ચક્કરના કેસમાં કારણભૂત હોય છે
- જો આપ ચક્કરની બીમારીથી પીડાતા હો તો લેબિરેન્ધની સંપૂર્ણ તપાસ નિદાન સુધી પહોચાડી શકે અને ઉતરોતર તેનું નિરાકરણ પણ કરી શકાય.
- લેબિરેન્ધની બીમારીને કારણે આવતા ચક્કરમાં ચોક્કસ નિદાન દ્વારા મોટાભાગના ચક્કર નિવારી શકાય છે, અથવા તો કાબુમાં રાખી શકાય છે.