Parkinson's Disease

Parkinson’s disease is a slowly progressive, non- contagious and chronic disease, which affects cells of brain controlling body movements. In people more than 60 years of age , this disease is seen in 1.5 % of population.
 
 

1. પાર્કિન્સન ડિસીઝનાં લક્ષણોઃ

• આરામની પળોમાં / બેઠા-બેઠા હાથ કે પગની ધ્રુજારી આવવી એ એનું મુખ્ય લક્ષણ છે.  સામાન્ય રીતે એક હાથ અથવા પગમાંથી ધ્રુજારી શરૂ થાય છે અને જ્યારે શરીરનો અસરગ્રસ્ત ભાગ વિરામ સ્થિતિમાં હોય ત્યારે તે થવાની વધુ શક્યતા હોય છે.

• અક્ષર નાનાં થઈ જવાં.
• ચાલતી વખતે હાથનું હલન-ચલન ઓછું થવું.
• બધી જ દૈનિક ક્રિયાઓ ખૂબ ધીમે-ધીમે કરી શકાય, કામ કરવામાં પહેલા જેટલી ઝડપ રહે નહીં.
• ચાલ ધીમી પડી જવી, બાળકની જેમ નાના પગલે ચાલવું. ચાલતાં-ચાલતાં અચાનક અટકી જવું અથવા ચાલવાની ઝડપ અચાનક વધી જવી.
• અવાજ ધીમો અને અસ્પષ્ટ થવો.
• ચહેરો હાવ-ભાવ વગરનો ભાવશૂન્ય સપાટ રહેવો. 
• શરીરનું બેલેન્સ રાખવામાં તકલીફ થવી.
• શરીર જકડાયેલું લાગવું. 
• અવાજ અને સુંઘવાની સંવેદનાને અસર થવી.
• અન્ય સામાન્ય લક્ષણો જેવાં કે  કબજિયાત, ઊંઘમાં તકલીફ,  હતાશા, ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું વગેરે પણ જોવા મળે છે. 
• આ રોગના દર્દીની સમજણ અને બુદ્ધિમાં કોઈ ઘટાડો થતો નથી.
• પાર્કિન્સનના રોગના લક્ષણોમાં ઉત્તરોત્તર વધારો થાય છે, આ વધારાની ગતિ એક દર્દીથી બીજા દર્દીએ અલગ અલગ હોય છે.  પાર્કિન્સનના રોગ સાથેના ઘણા લોકો લાંબુ સર્જનાત્મક જીવન જીવે છે,જ્યારે કેટલાક વધુ ઝડપથી અસમર્થ બને છે.
  
 

2. પાર્કિન્સન ડિસીઝનાં કારણોઃ

 મગજની અંદરના સબસ્ટેન્શીયા નાઈગ્રા (Substania Nigra) નામથી ઓળખાતા ભાગમાંથી ડોપામીન નામનું રસાયણ ઉત્પન થાય છે જે શરીરની લયબધ્ધ  હલન-ચલન (Co-ordinated movements) માટે જવાબદાર હોય છે.  જ્યારે આ ડોપામીન બનાવતા કોષ (Nigral Neurons) નાશ પામે ત્યારે પાર્કીન્સનનાં લક્ષણો જણાય છે.  
આ  કોષનો નાશ અટકાવવા માટેની કોઈ પણ દવા ઉપલબ્ધ નથી. તેથી જ તો  ધીમે-ધીમે જેમ વધુને વધુ કોષો નષ્ટ થતા જાય છે, તેમ લક્ષણો વધતાં જાય છે. 
આ કોષોનો નાશ શા કારણથી થાય છે તે જાણી શકાયું નથી, પરંતુ એવી મહદઅંશે શક્યતા છે કે જનીની(આનુવંશિક)  અને પર્યાવરણીય પરિબળો આ રોગ માટે કારણભૂત હોય છે. 

3. પાર્કિન્સન ડિસીઝના તબક્કા (Stages);

૧. શરીરની એકબાજુ પર જ અસર હોય તો તે ભાગમાં કંપવા ચાલુ રહે છે.
૨. રોગ આગળના તબક્કામાં પ્રવેશે તો શરીરની બંને બાજુ પર પણ અસર થઈ શકે છે.
૩. શરીરની બંને બાજુ પર અસર હોય તેવા દર્દીઓને શરૂઆતમાં  ચાલવામાં અને સમતોલનમાં સાધારણ તકલીફ પડે છે. દર્દી રોજિંદી ક્રિયાઓ કોઈની મદદ વગર કરી શકે છે.
૪. રોગ આગળ વધતાં બન્ને બાજુ અસરગ્રસ્ત દર્દીને સમતોલન અને ચાલવામાં ખૂબ તકલીફ પડે.  રોજીંદી ક્રિયાઓમાં સહાય લેવી પડે, એમ પણ બને.
૫. દર્દી ચાલી ન શકે, વ્હીલચેર/પથારીવશ થઈ જાય, એવું બને તો તે રોગની પરાકાષ્ઠા ગણાય..

 

4. પાર્કિન્સન ડિસીઝનું નિદાન:

આ રોગના નિદાનમાં દર્દનો તબીબી ઇતિહાસ, ચિહ્નો અને લક્ષણોની સમીક્ષા અને શારીરિક તપાસનો સમાવેશ થાય છે.  
ડૉક્ટર દર્દી અને પરિવારના સભ્યોને લક્ષણો અંગે પૂછે છે. અને દર્દીના હલનચલન, સંકલન અને સંતુલનના પાસાંઓ તપાસવા માટે દર્દીની ઓરડામાં ચાલવાની, નીચે બેસવાની, ઊભા થવાની, પાછા ફરવાની વગેરે  ક્રિયાનું અવલોકન કરે છે. 
ડૉક્ટર દર્દીની હરવાફરવાની ઢબ, હસ્તાક્ષર, મુખ અભિવ્યક્તિમાં ફેરફાર, પ્રતિભાવમાં વિલંબ, વગેરેનું પણ અવલોકન કરશે.  
લક્ષણોનો ઇતિહાસ અને શારીરિક તપાસ મારફતે મળેલા તારણો પાર્કિન્સનના રોગનાં લક્ષણોને કેટલા મળતા આવે છે તે નક્કી કરી તબીબ નિદાન કરશે.
મોટા ભાગના કેસોમાં મગજના ફોટા જેવાકે, એમ.આર.આઇ. કે સી.ટી. સ્કાન કરવાની જરૂર રહેતી નથી. 
 

5. પાર્કિન્સન ડિસીઝની સારવારઃ

સર્વપ્રથમ દરેક દર્દીએ  રોગને સમજવાની જરૂર હોય છે. આ એવો રોગ છે જે દવાથી આંશિક કાબૂમાં લઈ શકાય છે પણ તેને નાબૂદ કરવો શક્ય નથી.  માટે બ્લડપ્રેશર અને ડાયાબિટીસની જેમ કંપવાના રોગની દવા પણ આખી જિંદગી ચાલુ રાખવાની રહે છે.  
સમય પસાર થતા રોગનાં લક્ષણો વધે છે.  આથી દવાના ડોઝ માં પણ વધારો અથવા તો વધુ દવાનો ઊમેરો કરવાની જરૂર પડે છે. રોગ કઈ ઝડપથી વધશે તે ચોક્ક્સ હોતું નથી. 
 

6. પાર્કિન્સન ડિસીઝની મુખ્ય દવાઓઃ

  • રોપીનીરોલ
  • લીવોડોપા-કાર્બીડોપા
  • પ્રામિપેક્ષોલ
  • એમેન્ટાડીન
  • એન્ટેકાપોન
  • ટ્રાયહેક્ષીફેનેડીલ

7. પાર્કિન્સન ડિસીઝની દવાઓની આડઅસરઃ

• પેશાબનો અટકાવ થાય.
• મોઢું સૂંકું લાગવું.
• કબજિયાત થવી
• માનસિક મૂંઝ્વણ અનુભવવી.
• યાદદાસ્ત બગડે/ ભ્રમ થાય/ ઊંઘ વધારે આવે અથવા ન આવે/ બેમતલબનું બોલવું/ સ્થળ, કાળ, સમયનું ભાન રહે નહીં.
• દર્દી  ઊભા થતાં જ બ્લડપ્રેશર એકદમ ઘટી જાય અને આંખે અંધારા આવે અથવા દર્દી પડી જાય (પોસ્ચરલ હાઈપોટેન્શન).
• હાથ પગ/ શરીર/ ચહેરાની વિચિત્ર હિલચાલ( ડીસ્કાઈનેસીયા / ડીસ્કાઈનેસીયા/ કોરીયા).
• પગમાં ચામડીના રોગો ( લિવિડો રેટિક્યૂલારિસ) થવા.
• પગે સોજા આવવા.
• ઊલ્ટી-ઉંબકા થવા.


 

8. ઓપરેશન દ્વારા સારવારઃ

બે પ્રકારની સર્જરી/ ઓપરેશનની સારવાર ઉપલબ્ધ છે.
• આ પ્રકારની સર્જરી જે દર્દીઓમાં ધ્રુજારી ખૂબ વધુ થતી હોય ( દવા આપવા છતાં ) અથવા તો લીવોડોપા દવાની આડઅસરથી  ડિસકાયનેસીયા થયુ હોય તો તેને દૂર કરવા માટે કરી શકાય છે.
• સર્જરી એ મોટાભાગે ખૂબ આગળ વધેલા (Advanced Stage) તબક્કાના રોગમાં જ (આશરે ૪/૫ દર્દીઓમાં જ)  કરવામાં આવે છે.
 ૧) Pallidotomy / Thalamotomy
• આ પધ્ધતિમાં મગજ માં નિર્ધારિત જગ્યાએ ઓપરેશનથી યોગ્ય જગ્યાએ છેદ કરવામાં આવે છે. આ ઓછી ખર્ચાળ પધ્ધતિ છે.
• તેની મર્યાદા એ છે કે જે દર્દીને શરીરની એક બાજુ તકલીફ હોય તે માટે જ આ સર્જરી થઈ શકે છે. આખા શરીરમાં કંપવા હોય તો તે માટે આ પધ્ધતિ ઓછી અસરકારક છે.
૨) STN ( Subthalamic Nucleus stimulation )
• આ હાલમાં જ શોધાયેલી ખૂબ અસરકારક પધ્ધતિ છે. જેમાં Subthalamic Nucleus માં ઈલેકટ્રિક વાયર નાખી તેને ઉતેજિત કરીને કંપવાના વિવિધ લક્ષણો કાબૂમાં કરી શકાય છે.
• આ પધ્ધતિમાં કરંટ કંટ્રોલ કરી શકાતો હોવાથી દરેક દર્દીની જરૂરિયાત મુજબ સર્જરી બાદ પણ ફેરફાર કરી શકાય છે.

9. પાર્કિન્સન ડિસીઝના દર્દીઓ તથા તેમના સંભાળકર્તાઓ માટે ટીપ્સ